વાલમ આવ્યા તમે..!
વાલમ આવ્યા તમે..!


કીધો કોકિલે મધુર ટહૂકાર, વાલમ આવ્યા તમે.
સૃષ્ટિ સજે નવલ શણગાર, વાલમ આવ્યા તમે.
પ્રતિક્ષા કરી કરી થાકી આંખો મારી દિનરાતથી,
વરસાવે આભ હેત અપાર, વાલમ આવ્યા તમે.
પાથર્યાં પુષ્પો મેં ગલીગલીને શેરી તણાં નાકે રે,
પધાર્યા મુજ અંતર આધાર, વાલમ આવ્યા તમે.
ફરકે વામ અંગને શુકુન ભારી કાક વદે મધુ વાણી,
બપૈયાના "પિયુ પિયુ" પોકાર, વાલમ આવ્યા તમે.
બાગબગીચે વસંત બેઠી ખીલી વનરાજી બહાર,
રૂપરાશિ તમે અનંગ અવતાર, વાલમ આવ્યા તમે.