STORYMIRROR

Pravina Avinash

Inspirational

2  

Pravina Avinash

Inspirational

વાદળીની શીખ

વાદળીની શીખ

1 min
13.2K


ગગને વિહરતી વાદળી કાંઈક કહી રહી હતી

નજરો મળી ત્યારે સ્મિત રેલાવી રહી હતી

 

મનફાવે ત્યાં ફરવાની રજા દઈ રહી હતી

મસ્ત બની મહાલવાની રીત બતાવતી હતી

 

ભારે બને ત્યારે વર્ષાના છાંટણા કરવાની હતી

હલકી પવન સંગે આંખ મીંચી ઘુમતી હતી

 

સૂરજના તાપે સારા ગગને વિખરાવાની હતી

ચંદ્રની શીતળતામાં મન મૂકી નહાવાની હતી

 

આપીને ખુશ થવાની કળા વર્ણવતી હતી

હૈયામાં ફેલાતી ટાઢક માણી મુસ્કુરાતી હતી

 

જીવન થોડું છે સાનમાં સમજાવી રહી હતી

દુનિયાની પરવા ‘છોડવાની’ શીખ દેતી હતી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational