STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

4  

Chaitanya Joshi

Inspirational

ઉત્સવ

ઉત્સવ

1 min
26.6K


પરહિત કાજે જીવાય,

તો જીવન ઉત્સવ બની જાય.

કોઈના કામમાં અવાય,

તો જીવન ઉત્સવ બની જાય.


કૈંક કરી છૂટવાની નેમ,

તો માનો સો ટચ હેમ.

ભૂલ પોતાની સમજાય

તો જીવન ઉત્સવ બની જાય.


પ્રારબ્ધ જીવનમાંથી જાય,

મહત્વ મહેનતનું પરખાય.

ખુદ ઇશ પણ કરે સહાય,

તો જીવન ઉત્સવ બની જાય.


સૂર નિરાશાના લ્યે વિદાય,

આશાના કિરણો ફેલાય.

નિષ્ફળતામાં ના ગભરાય,

તો જીવન ઉત્સવ બની જાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational