ઉપયોગી જ્ઞાન
ઉપયોગી જ્ઞાન
ચૌદ વર્ષ છે વનમાં રહીને કષ્ટ ભોગવ્યા
પિતાની આજ્ઞા ખાતર જીવન જીવ્યા
પૌરાણિક પાત્રો શીખવે ઉપયોગી જ્ઞાન
જેલમાં જન્મ્યા ગોકુળમાં ઉછર્યા
મા બાપને જેલમાંથી મુક્ત કર્યા
પૌરાણિક પાત્રો શીખવે ઉપયોગી જ્ઞાન
માતા અંજની અને પવનપુત્ર કહેવાયા
સેવા અને ભકિતમાં અમર બન્યા
પૌરાણિક પાત્રો શીખવે ઉપયોગી જ્ઞાન
રાજમંત્રી બની જીવતર આખું જીવ્યા
રાજનીતિના નિયમો થકી સૌને ચેતવ્યા
પૌરાણિક પાત્રો શીખવે ઉપયોગી જ્ઞાન
ભગવાન કૃષ્ણના જેઓ મિત્ર બન્યા
ભગવાનના મુખે ગીતા જ્ઞાન મેળવ્યા
પૌરાણિક પાત્રો શીખવે ઉપયોગી જ્ઞાન
પાંચ પાંડવોની પત્ની પાંચાલી જાણીતા
વન વન સંગ રહી પતિધર્મ નિભાવતા
પૌરાણિક પાત્રો શીખવે ઉપયોગી જ્ઞાન
