STORYMIRROR

Harshida Dipak

Inspirational Classics

3  

Harshida Dipak

Inspirational Classics

ઉઘડી છે હરઘડી

ઉઘડી છે હરઘડી

1 min
13.8K


તું પ્રણય વહેતો મૂકે તો ફરફરું હું હરઘડી, 

ચાર આંખે જગ દીશે છે ક્યાંય ન એને જડી.

ગીત ગરવા ગાઈને રોજ ઝૂલે ઝૂલતી, 

એજ ગીતોના શબદમાં ઉઘડી છે હરઘડી. 

કોઈ ઝબકોળે મને એક ટહુકામાં છતાં, 

રાત અંધારી થતાં ને ચાદરે કાં સળ પડી. 

મૌનમાં ફરતી બધેને હેત તારું પામતી, 

તોયે તારા મૌનની તૂટે નહીં એકે કડી.

આવને તું આવને હું આવકારો આપતી, 

નાજી ના... નાજી ના...ની એક તારી લત પડી. 

બાગમાં ખીલતાં ફુલો તો એક દિ' મુરઝાય છે. 

હાશકારો તો થશે જો ખીલતાં આવે જડી.

કો'ક દિ' તો આ સમયને પારખી લેવો પડે, 

હું સમયનો સાથ જીવનમાં ભરું છું અબઘડી. 

સાત ભવની પ્રીતડી છે ખૂબ અઘરી છોડવી, 

તું કૃપા કરજે જરા અરજ છે પાયે પડી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational