STORYMIRROR

Vimal Soneji

Inspirational

4  

Vimal Soneji

Inspirational

ઉડાન

ઉડાન

1 min
245

આ હંસના હંસલાની હોંસલાની વાત છે

આ હંસની ઉડાનની વાત છે

ઉડાન હજી બાકી છે

થાકી નથી

હારી નથી 

ઉડાન હજી બાકી છે,


ઉમ્મીદ જેવી જિદ્દ હજી એ જ છે

ઉલ્લાસ જેવો હુલ્લાસ હજી એવો જ છે

ઉમંગ જેવો રંગ હજી એવો જ છે

ઉડાન હજી બાકી છે,


રાહના રાહગીરની ખોજ છે

વીર અને ધીર સાથીની ખોજ છે

ના મળે તો પણ હજી જોશ છે

કંઈક કરવાની હજી મોજ છે

ઉડાન હજી બાકી છે,


આ હંસલાની હોંશ હજી બાકી છે

આ હંસલાનો હોંસલો હજી હોશમાં છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational