STORYMIRROR

Neha Desai

Inspirational

4  

Neha Desai

Inspirational

ત્યારે, સંબંધ તુટે છે !

ત્યારે, સંબંધ તુટે છે !

1 min
348

જીભ લાંબી, અને કાન ટૂંકા થાય,

ને, શબ્દો જ્યારે, ખંજર થઈ ભોંકાય,

ત્યારે, સંબંધ તુટે છે !


વાત ટૂંકી, અને સમય લાંબો થાય,

ને, આંખોમાંથી, તિરસ્કાર ઉભરાય,

ત્યારે, સંબંધ તુટે છે !


લાગણી ખુટે, અને આક્ષેપો ખુબ થાય,

ને, નજીવી વાતોમાં, વતેસર થાય,

ત્યારે, સંબંધ તુટે છે !


શંકા ઝાઝી, અને વિશ્વાસ ઓછો થાય,

ને, વાતવાતમાં, વડચકાં ભરાય,

ત્યારે, સંબંધ તુટે છે !


“ચાહત” ઘટે, અને દિલ વધુ ઘવાય,

ને, મહત્વ, લાગણી કરતાં, 

અહમને, વધુ અપાય,

ત્યારે, સંબંધ તુટે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational