STORYMIRROR

Shaileshkumar Pandya

Inspirational

3  

Shaileshkumar Pandya

Inspirational

તું

તું

1 min
27.5K

મંદિરમાં તું ને મસ્જિદમાંય તું,
પછી લડતા લોકોને મારે સમજાવવું તો સમજાવવું શું ?

તારા તે નામે રોજ લાખો કપાય છે,
રક્તની નદીયુંમાં રોજ પાંપણ ભીંજાય છે,

ઘેર ઘેર લાશોના ઢગલાની આવે છે ગંધાતી ગંધાતી બૂંં,
પછી લડતા લોકોને મારે સમજાવવું તો સમજાવવું  શું ?

ભડભડતી ચિતાની આગે કયાં પુછ્યું તુ કોણ?
માણસ મરે છે અહીં હિન્દુ કે મુસ્લિમ સૌ ગૌણ,

દિલને દઝાડે એવી બળબળતી નફરતની ચારે કોર વરસે છે લૂં,
પછી લડતા લોકોને મારે સમજાવવું તો સમજાવવું શું ?

કાશી કાબા નામે પાડી બેઠા છે ધરમના અંધાધૂંધ વાડા,
મારા તારા વચ્ચે સુરજ વેચીને પછીચાંદાના પાડયા બે ફાડા,

આંખ્યું ગરીબડી વાટુ જુવે છે  હરિ અવતરશે ક્યારે ફરી  તું?
પછી લડતા લોકોને મારે સમજાવવું તો સમજાવવું  શું ?

મંદિરમાં તું ને મસ્જિદમાંય  તું,
પછી લડતા લોકોને મારે સમજાવવું તો સમજાવવું શું ?

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational