તું
તું
મારા અંગત લોકોની લિસ્ટમાં, સૌથી ટોચ પર તારૂં નામ.
હું કરું ઝીકરું તારું, એ છે મારું કામ.
તું છે, મારી ભીતરનો અહેસાસ.
તું છે, મારા જીવનનો આધાર.
મારી જિંદગીની, ઇમારત નો પાયો તું,
તારા વિના, નિરાધાર, મારી જિંદગીની ઇમારત.
તું મારા, સપનાઓનો આધાર સ્તંભ.
મારી ભીતર તું.
મારીબહાર તું.
મારી જિંદગીનો પર્યાય તું.
મારા વર્તુળ સમ, જીવનનો વ્યાસ તું.
મારી દિલની પાસ તું.
મારા માટે ખાસ તું.
મારા અણુ એ અણુમાં તારો વાસ.
તને મળવાની સદા આશ,
તું છે મારી પ્યાસ,
મારી જિંદગી એટલે છે ખાસ.
તારા ઉપર મને પૂરો વિશ્વાસ.
તું જ મારો, આંધળો વિશ્વાસ.
મારી જીવન નૈયાનો, પતવાર તું.
મારા હૈયાનો હકદાર તું.
મારી ખુશીઓનો, આધાર તું.
મારી જિંદગીનો પર્યાય તું.
મારી ભીતર તું, મારી બહાર તું,
હું દેખું જ્યાં, સર્વત્ર તું હી તું.
મારી જીવન આકાશમાં, ઝળહળતો સૂર્ય તું.
મારી જીવન ડગરનો, હમસફર તું.
મારા જીવનનો આધારસ્તંભ તું.
મારી જીવન બગીચાનો તું માલી.
તારા વગર, મારી જિંદગી ખાલી.

