STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

તું જ તારો હમસફર

તું જ તારો હમસફર

1 min
142

રસ્તો નથી તો કેડી કંડારી,

ચાલી નીકળ,

કોઈ સાથ ના આપે તો,

તું જ તારો હમસફર,

બની ને ચાલી નીકળ,


કાંટા, કાંકરા, પથ્થર પણ હશે,

આ ડગર પર લાખો મુશ્કેલી પણ હશે,

પર્વતનો સીનો ફાડી,

તું ચાલી નીકળ,


છેદ થયો હૈયે તો શું થયું ?

વાંસળી બની સરગમના

સાત સૂર રેલાવવા ચાલી નીકળ,


નથી સક્ષમ દોડવા તું,

ડગલાં ભરીને ચાલી જો,

મળી જશે મંઝિલ આમ થાક્યા વગર,

ચાલી નીકળ,


છૂટી ગઈ જે દુનિયા

એનાથી લાખો ગણી સુંદર હશે,

તારી નવી દુનિયા,

તું એના તરફ પ્રયાણ કરવા,

ચાલી નીકળ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational