STORYMIRROR

Margi Patel

Classics Drama

2  

Margi Patel

Classics Drama

તું બની જા મારો પતંગ...

તું બની જા મારો પતંગ...

1 min
411



તું બની જા મારો પતંગ મારે બનવું છે તારી દોર

મસ્ત મજાના આ તહેવારમાં રંગ પુરાઈ જાય પ્રેમના...


પ્રેમના આ સુંદર પળો ને કેદ કરી લઈએ એક છબીમાં,

દેખી એ પતંગ ને દોર ને યાદો ની માળા દેખાઈ જાય સામે...


નાના હોય કે મોટા બધા દેખાય સવારથી સાંજ સુધી ધાબે,

'એ કાપ્યો છે' ને લપેટ લપેટનો સાદ ગુંજે ગગનમાં...


રાતે મોડા સુધી કરે માવજત પતંગની ને સાથે યાદો સજીવન થાય દોસ્તોની,

સવારની સાથે જ ચહેરા પર એ સ્મિત લઈને આસમાન ને કરી દે રંગીન...


રંગબેરંગીન પતંગની સાથે સ્વપ્ન ને મળે અનેરી પાંખો,

સ્વપ્ન ને સાકાર કરવાનો સહારો બની જાય છે આભને ચુમતો પતંગ...


સહારો બને છે પતંગનો આ પવનરાજા, ને લહેરાય આમ-તેમ

ખુલ્લા આસમાનમાં પતંગ બની ઉડી તું સહારો બનજે મારો...



Rate this content
Log in

Similar gujarati poem from Classics