તું આવજે
તું આવજે


હોયને વસમો વખત તું આવજે.
હરિ કરુણાને સદા વરસાવજે.
છું કદી હું હરિ તને બસ ઝંખતો,
તુજ કરૂણા દ્રષ્ટિમાં તું ફાવજે.
ના વળી કાબેલ છું મારા મતે,
તોય હરિવર સ્નેહને છલકાવજે.
દૂર તારાથી રહીને જીવતો,
ને પછી હરિ સ્મિતને ફરકાવજે.
આજ દરશન કાજ હું ઝંખી રહું,
ભેદ માનવને તમારા ટાળજે.