STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

તો તમારી વાત છે

તો તમારી વાત છે

1 min
380

કોઈ કામમાં જાણ્યા વિના ઝંપલાવ્યું તો તમારી વાત છે,

દરેક કામમાં નકારમાં માથું ધૂણાવ્યું તો તમારી વાત છે.


એમને એમ સફળતા ન હોય મળવાની કોઈનેય કદી પણ,

ભૂલેચૂકે કિસ્મતનું શરણ તમે સ્વીકાર્યું તો તમારી વાત છે.


સંતાનો મનુના સૌ હોય સરખા સદાને માટે હકીકત છે,

કોઈને ઊંચ કે નીચ ભૂલથી ગણાવ્યું તો તમારી વાત છે.


પરમેશ્વર વસે છે પ્રત્યેકમાં જનેજનમાં હોય છે જનાર્દન,

કોઈ રંક-ગરીબને મોટા ભા થૈ ઠૂકરાવ્યું તો તમારી વાત છે.


પહેલા પરમેશ્વર પ્રત્યેક પરિવારમાં એનાં માતાપિતા જ છે,

ખબરદાર! કોઈએ એનું કાળજું કકળાવ્યું તો તમારી વાત છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational