તમે મળ્યાંને
તમે મળ્યાંને
તમે મળ્યાંને પાનખર વિસરાય ગઈ.
તમે મળ્યાંને તો વસંત મુસકાય ગઈ.
કોણ જાણે આ હરિયાળી એકાએક,
ભ્રમર ગુંજારવે કોયલ ટહૂકાય ગઈ.
છેડે છે રાગ વસંત બહાર ખુદ ૠતુ,
જાણે હરખઘેલી વીનસ નજરાય ગઈ.
નિર્દોષ સુમધુર હાસ્યને ખંજન લોભાવે,
રખે પાનખરને વસંત આવી અથડાય ગઈ.
સુગંધિત પુષ્પો અનિલસંગ પરાગ વહાવે,
મહેક ઉદ્યાનની ચોમેર કેવી પ્રસરાય ગઈ.

