તમારા ગયા પછી
તમારા ગયા પછી
થાવું નથી ઉદાસ તમારા ગયા પછી,
યાદો જ આસપાસ તમારા ગયા પછી.
જીવી જવાય ખાસ વચન પાળવા અહીં,
બોલો લઉં ને શ્વાસ તમારા ગયા પછી ?
સ્વીકારી લે જુદાઈ હકીકત છે પ્રેમની,
ચાહી શકું અમાસ તમારા ગયા પછી.
મનમાં સવાલ થાય કરું શું હવે કહો.
ઈશ્વર થશે વિકાસ તમારા ગયા પછી ?
સાચે હવે ગુલામ બદીઓનો નહીં
છોડી શકાય દાસ તમારા ગયા પછી ?
સાગર કદી ભરાય કે છલકાય કેમનો ?
ભીતર કરી તપાસ તમારા ગયા પછી.
મન ડંખતું અપાર કહીં ના શકું હવે,
મનમાં સતત એ ભાસ તમારા ગયા પછી.
લાગ્યું હવે સમાજ કહે તેમ થાય તો ?
ફેલાય તો સુવાસ તમારા ગયા પછી.
મુઠ્ઠી ભરી શકાય બનાવીને યાદ કે,
ચ્હેરે અનેક ચાસ તમારા ગયા પછી !

