Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

KANAKSINH THAKOR

Inspirational

4  

KANAKSINH THAKOR

Inspirational

થોડું હસી લઈએ

થોડું હસી લઈએ

1 min
211


ગમગીન ચહેરાઓનાં આંસુને જરા લૂછી લઈએ

ચાલ થોડું હસી લઈએ


દોડધામમાં જિંદગી બની ગઈ ધીસ માંથી ધેટ

રૂપિયાની પાછળ સૌનાં મન થઈ ગયાં છે અપસેટ

બીજાનાં મનમાં હાસ્ય ને આનંદથી વસી જઈએ

ચાલ થોડું હસી લઈએ,


લાખો ઈચ્છાઓને ભગવાન પાસે કરે છે સેન્ડ

વાતવાતમાં પોતાના સ્વાર્થ માટે લાંબો કરે હેન્ડ

કોઈકને શીખરે ચઢાવીને ધીમે રહીને ખસી જઈએ

ચાલ થોડું હસી લઈએ,


સાચવવા વાઈફ ને બનાવી દીધી છે બદતર લાઈફ

બંનેનાં વચ્ચે ભીંછાઈને બન્યો કટાયેલ નાઈફ

મનમાં પડેલા કામ, ક્રોધ, અહંકારને ડસી જઈએ

ચાલ થોડું હસી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational