STORYMIRROR

Bharat Darji Aabhas

Inspirational

3  

Bharat Darji Aabhas

Inspirational

થઈ જાય છે

થઈ જાય છે

1 min
13.8K


હાથ ઊઠે ને દુઆ થઈ જાય છે,

એ દુવા પાછી દવા થઈ જાય છે.

દૂર ઊભી ને તમાશો જોઇલે,

કેમ પાછા ચાલતા થઈ જાય છે.

આવકારો જો હૃદયથી હોય તો,

પારકા પણ આપણા થઈ જાય છે.

આંખ કોરી ને ખુણા ભીના જો હો,

જખ્મ એના પાધરા થઈ જાય છે.

પ્રેમથી 'આભાસ' માની જા હવે,

દોસ્ત પણ જો સાવકા થઈ જાય છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational