તારે આવવું પડશે
તારે આવવું પડશે
ભક્તોમાં દેખી ભય ઓથાર કૃષ્ણ તારે આવવું પડશે,
ચારેકોર રોગ તણી વણજાર કૃષ્ણ તારે આવવું પડશે,
ધરા બિચારી રહી છે ધ્રૂજી સહન કરી ન શકતી ભાર,
ઠેરઠેર પાપાચારને અત્યાચાર કૃષ્ણ તારે આવવું પડશે,
પીડા પામતા સજ્જનોને અન્યાયનું દુઃખ છે પારાવાર,
એની વેદના વાંચીને કિરતાર કૃષ્ણ તારે આવવું પડશે,
દૃષ્ટો બનીને નિરંકુશ નિર્દોષને સદા કનડતા વારંવાર,
તારા ભક્તોનો સુણીને પોકાર કૃષ્ણ તારે આવવું પડશે,
ગૌદ્વિજ નથી સલામત એને હોય પીડા અનેક પ્રકાર,
બચાવવા શામળિયા સરકાર કૃષ્ણ તારે આવવું પડશે.