તારા વિના
તારા વિના
આ મોર, ચાતક, યાદ કરે,
મેહુલા તને, હવે તો વરસ !
અરે ઓ, વરસાદ,
મિલન માટે તડપે,
ધરતી અને આકાશ.
વિયોગે ઝુરે, સાદ કરે,
ગરજ, વરસ, ચમક,
માટીની મહેક પ્રસરાવ,
ખેડુતો હરખે, વાવણીવેળા,
હાલો મારાં ધોળિયાં અને શામળાં,
અષાઢી બીજ નેલાપસીના આંધણ.
