મલ્હાર
મલ્હાર
હે........
ઘન.......
ઘનન.......
મેઘ ગર્જે,
વીજ ચમકે,
ખેડૂત હરખે,
આ લીલુડી ધરતી,
બળદની જોડ હાલી,
હરખે ખેતર વાવવા,
મોરલાં ગહક્યાં, નદી પૂર,
ને બાળકો છબછબીયાં કરે,
વરસાદને સૌ હરખે વધાવે,
ચોમાસાનાં પહેલાં મેઘ કેરાં ફોરાં,
માટીની મીઠી સોડમ ને હેલી વરસે,
મેઘ મલ્હાર રાગ છેડાય, મેઘ વરસે.
