STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

તારા હાથની વાત છે

તારા હાથની વાત છે

1 min
220

હસાવે કે રડાવે તારા હાથની વાત છે,

હરાવે કે જીતાડે તારા હાથની વાત છે,


છું કર્મયોગી પાછી પાની નહિ કરવાનો,

મેળવે કે ગુમાવે તારા હાથની વાત છે,


જન્મોજન્મની રહી અવિરત યાત્રા છે,

ચીંધાડે કે ભૂલાવે તારા હાથની વાત છે,


અખૂટ ભરોસો રાખ્યો છે મેં તારા પર,

સ્વીકારે કે ધિક્કારે તારા હાથની વાત છે,


છે જીવનદોરી તારા હાથમાં હે હરિવર !

ટૂંકાવે કે લંબાવે તારા હાથની વાત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational