STORYMIRROR

Kalpesh Shah

Inspirational

4  

Kalpesh Shah

Inspirational

તાકાત

તાકાત

1 min
22.6K


ખૂદથી ખૂદની વાત અસર કરે છે,

પ્હેલી પ્હેલી મુલાકાત અસર કરે છે,


શમણાંમા જોયું મે મારુ મોત,

ન જોયેલી ઘાત અસર કરે છે,


જાહેરમા ઘણું બોલ્યા 'ને સાંભળ્યું,

કાનમા કહેલી વાત અસર કરે છે,


કોઈ નાતો નથી, નાતો ગહેરો પણ છે,

માણસને માણસની જાત અસર કરે છે,


અંત કેવો હશે એની કોઈ પરવાહ નથી,

કયાં, કેવી થઈ શરૂઆત અસર કરે છે,


સાંભળ્યું છે પ્રાર્થનામા તાકાત ઘણી છે,

ઈશ્વર સમક્ષની રજૂઆત અસર કરે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational