STORYMIRROR

Kiran shah

Inspirational Others

3  

Kiran shah

Inspirational Others

સ્વપ્નભંગ

સ્વપ્નભંગ

1 min
895


થોડીવાર પહેલાં તો વાત કરી હતી

અરે હજી તો મોબાઇલ હાથમાં જ હતો

કેટલા આનંદથી

તે કહ્યું હતું કે રજા મળી ગઈ

હવે તું મારી સાથે હોઈશ


આવનારને આવકારવા

આવવાની વાત હતી

આમ એકલા જવાની વાત નહોતી

ક્યારેય આપેલ વચન તે નથી તોડ્યું

તો આ વખતે જ કેમ ?


હજી સમય જ ક્યાં થયો છે ?

આવતા મહિનેતો હજી વર્ષ પૂરું થશે

સલામતીને સુરક્ષા તારે લીધેતો અનુભવતી


ઓહહહ

હવે..

હું શું કરીશ ?

શું જવાબ આપીશ ?

રાતના

અંધકારના બિહામણા ઓળા

જ્યારે ઘેરી વળશે

ડરથી થરથર ધ્રુજતી

કાંપતી

અજ્ઞાાત ભયથી ભાગતી હોઈશ

ત્યારે

કોણ કહેશે હું છું


ના ! ડરપોક નથી

પણ તારી ગેરહાજરી મને ડરપોક

પણ.

હું શું કામ આ વિચારું છું ?

એ તિરંગામાં લિપટાયેલ તું નહોતો

એ તો થોડાક ટુકડા હતાં..

હા !

બરાબર આ કોઈ દુઃસ્વપ્ન જ

ચાલ થોડીવાર આરામ કરું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational