STORYMIRROR

Vrajlal Sapovadia

Inspirational

4  

Vrajlal Sapovadia

Inspirational

સ્વપ્ન

સ્વપ્ન

1 min
401

માનવી જોતા સ્વપ્ન ઉંઘતા,

ને વળી લોક જાગતા,

જાગતા જન સાકાર કરવા,

સ્વપ્નને કામે ભાગતા,


ભાગતા કામે ઉદ્યમી દિન રાત,

ઘડવા નિજ ભવિષ્ય,

ભવિષ્યના લક્ષ્ય ઊંચા રાખતા,

એવા ગુરુના શિષ્ય,


શિષ્ય જે એદીના તે જન તો,

સ્વપ્નો ઉંઘમા જ જોતા,

જોતા પથારીમાં સ્વપ્ન,

અને પછી જીવનભર રોતા.


રોતા જનના સ્વપ્ન સૌ જોયા,

જતા રોળાતા પળમાં,

પળમાં ન નીપજે ઊંચી ઈમારત,

જે ન ડૂબે જળમાં.


જળમાં મળી જાય સ્વપ્ન,

ઊંઘનાર સવારે ઉઠે ત્યારે,

ત્યારે ઉદ્યમી જન ઊંચ શિખર,

સર કરે કર્મથી જયારે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational