સવાર સવારમાં
સવાર સવારમાં


સૂરજ જાણે મળવા આવ્યો સવાર સવારમાં,
કુમળા કિરણો થકી વધાવ્યો સવાર સવારમાં.
આભે પ્રસરી ગઈ લાલી બાલરવિ આગમને,
ઉષા સંગાથે હાથ મિલાવ્યો સવાર સવારમાં.
પંખીનો કલરવ મધુરો ગીત પ્રભાતનાં ગાતો,
સૂતાં ઝાડે રખેને બિરદાવ્યો સવાર સવારમાં.
આળસ મરડી થયાં ઊભાં જીવો જગતણાં,
સ્ફૂર્તિ લાવવા ચા પીવડાવ્યો સવાર સવારમાં.
થઈ આરતી દેવમંદિરે આસ્થા જેણે જગાડી,
જાણે અંતરિક્ષથી દેવદૂત આવ્યો સવાર સવારમાં.