સવાર પડે ને
સવાર પડે ને
સવાર પડે ને નીંદ તૂટે, લાગે સૂરજ ઊગે,
રાત ઢળે ને નિદ્રા જાગે, લાગે ચંદ્ર ઊગે,
ચક્ષુ ખોલું ને તેજ ભાળે, લાગે દિ' ઊગે,
થાકે કાયાને સંધ્યા ઢળે, લાગે નિશા ઊગે,
છે ને કેવું અવર્ણનીય,
દિ, માહ ને વરહ પતે, પતેના આ ચકકર,
ટાઢ, દાઝને મેઘ વરસે, અટકેના આ ચક્કર,
પાન ખરે ને પાન ફૂટે, ખૂટે ના આ ચકકર,
મેઘ વરસે ને ઝરણું વહે, જળનું છે ચક્કર,
છે ને કેવું અવર્ણનીય,
પ્રાણી-પક્ષી ને ફિકર નહિ, ધાન ખૂટે નહિ,
માણહ કહે સમય નહિ, ધન ખૂટે નહિ,
એકબીજાની ફિકર નહિ, શાખ તૂટે નહિ,
પરિવારની કદર નહિ, શોહરત છૂટે નહિ,
છે ને કેવું અવર્ણનીય.
