સૂરજ આથમે અને ઉગે ચાંદ
સૂરજ આથમે અને ઉગે ચાંદ
કરી એક સાંજ મે તારે નામ,
ભરી હદય માં ખુશ્બુ મે તારે નામ,
કરી એક સાંજ મે તારે નામ,
હદયમાં તારો જ ખ્યાલ,
હોઠો પર તારી જ ચર્ચા,
આંખોમાં તારા ઇન્તેઝારની પ્યાસ,
કરી એક સાંજ મે તારે નામ,
નથી જોઈતા ચાંદ સિતારાઓ મને,
ઝંખ્યું સાનિધ્ય તારું મે,
કરી દુઆ મે ખુદા ને,
તને પામવાને ખાસ,
કરી એક સાંજ મે તારે નામ,
શોધી, શોધી ને, થાકી, હું તને,
ફૂલોની મહેકમાં, ને, મારા હૈયામાં, તારો વાસ,
તારી યાદો, આપે છે ત્રાસ,
મારા દિલમાં, મહેમાન છે, તું ખાસ,
કરી,એક સાંજ મે તારે નામ,
મારી પાસે, રહ્યું નથી, મારું કઈ,
આ દિલની ધડકન, આ શ્વાસોશ્વાસ,
પળ પળ, લે છે તારું નામ,
કરી એક સાંજ મે, તારે નામ,
નહોતી કરવી, મહોબત મને,
મજબૂર કરી તારા પ્રેમે ખાસ
હવે તો મારી જિંદગીની,
હરેક શામ કરી, મે તારે નામ.
