સત્યનો જાયો
સત્યનો જાયો
બાપુ સત્યનો જાયો તું,
ને સત્ય કેરો પુજારી.
તારી સત્ય કેરી કેડી પર,
સારી સૃષ્ટિ ગઈ વારી.
તારા આત્મબળ, સાદગી,
ને સરળતાની વાત જ ન્યારી.
પોતડી ભર ફરતો જુવાન ડોસલો,
સૂટબૂટને પડી ગયો ભારી.
ગાંધી તારા સત્યાગ્રહ સામે,
બ્રિટિશ સલ્તનત હારી.
ગુલામીની બેડીઓ તોડી,
તેં તો ભારત માતાને તારી.
