સત્યજ્ઞાન
સત્યજ્ઞાન
જગતનું અસિત્વ ટકયું છે સત્યથી,
જીવન ઉચ્ચ બને પરમ સત્યથી,
જ્ઞાન, ગુણ અને સંસ્કારો છે ધરેણા,
બંને જિંદગી સૌંદર્યવાન સત્યથી,
મનની મલિનતા મેલી ચાલો ભેરુ,
આત્માની શુદ્ધિ થાય માત્ર સત્યથી,
વેર, ઝેર ને અહંકારને ફેકી સાગરમાં,
'અમૃત' રસ ભરીએ જીવનમાં સત્યથી,
જગત છે નથી મન કોઈનું નિયંત્રણમાં,
આત્માના સંયમથી ભાથું બાંધ્યું સત્યથી.
