STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama

3  

ચૈતન્ય જોષી

Drama

સત્તા

સત્તા

1 min
251

ન હોય ભૂલ તોય કબૂલ કરાવે છે સત્તા.

ગુણીજનને પણ ગમાર ગણાવે છે સત્તા.


પોષાય છે અહં એનું મનચાહ્યું કરવામાં, 

કીડી પણ કુંજર બનતી આવે છે સત્તા.


સ્વમાનની થાય દશા બૂરી સત્તા સંમુખ,

ગુલામીની આજે યાદ અપાવે છે સત્તા.


સદઉપયોગ તો ભાગ્યેજ થતો હોય છે,

નમ્રતા આચરનારને એ નમાવે છે સત્તા.


કોઈનું કાયમ ટક્યું નથી એ ના ભૂલવું, 

આઝાદીમાંય તાનાશાહી દેખાડે છે સત્તા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama