સ્ત્રીનું નામ જવાબદારી
સ્ત્રીનું નામ જવાબદારી
સ્ત્રીનું નામ જવાબદારી, પળે પળે વફાદારી,
સંબંધે માતા બની કરે બાળ સુસંસ્કારી.
સંબંધે દિકરી બની, ત્રણ કુળ તારનારી,
સંબંધે ભગિની બની સદા વીર ને રક્ષનારી.
સબંધે અર્ધાંગિની બની, સર્વસ્વ સોંપનારી,
આકાશ પાતાળ ક્ષેત્રે, સફર સર કરનારી.
અંખડ રાખવા શીયળ, જૌહર કરનારી,
માતૃભૂમિ માટે જીવ, સમરાંગણે લડનારી.
સ્ત્રીઓ ધર્મ છે આ, કરે પુરી જવાબદારી.
સ્ત્રીનું બીજું નામ એટલે જવાબદારી
