STORYMIRROR

Author Sukavya

Inspirational

4  

Author Sukavya

Inspirational

સ્ત્રીની સફર

સ્ત્રીની સફર

1 min
452

તૂટી, વિખરાઇને જાતને સમેટતાં આવડે છે. કેમ કે, એક સ્ત્રી છું એટલે !


એક આંખે રડીને બીજી આંખે હસતાં આવડે છે મને કેમ કે, એક સ્ત્રી છું એટલે !


મૂરજાઇને જાતને ફરી ખીલ​વતાં આવડે છે. કેમ કે, એક સ્ત્રી છું એટલે,


દિલમાં હજારો દુ:ખ દબાવી એ જ દિલે બીજાનાં સુખને માણતાં આવડે છે મને. કેમ કે, એક સ્ત્રી છું એટલે,


સંગાથ મેળવીને પણ, નિ:સંગાથ બની જાતે સફળતા મેળવતા આવડે છે. કેમ કે, એક સ્ત્રી છું એટલે,


આશા નાં રાખતાં નિરાશાને આશામાં ફેરવતાં આવડે છે મને કેમ કે, એક સ્ત્રી છું એટલે !


દિકરીથી પુત્રવધુ ને પુત્રવધુથી લ​ઈ "માં" શબ્દ ધારણ કરતાં આવડે છે મને. કેમ કે, એક સ્ત્રી છું એટલે,


પરિચય બધાનો રાખીને પરિચયરૂપ ઢળતાં આવડે છે મને કેમ કે, એક સ્ત્રી છું એટલે,


ચિંધેલી હજાર આંગળીઓનો ભાર ઝીલી દિલ ખોલી જીવતા આવડે છે મને. કેમ કે, એક સ્ત્રી છું એટલે,


પિયર કહે પારકી, સાસરૂ કહે સાવકી એવા અનિશ્ચિત સ્થળ વગરનું એક વ્યક્તિગત અસ્તિત્વ બનતાં આવડે છે મને કેમ કે, એક સ્ત્રી છું એટલે,


દરેક સ્ત્રીને સમર્પિત આ ચાર કડીની ક​વિતાને આંખોથી ના સહી આંગળીઓથી છલકાવતાં આવડે છે મને. કેમ કે, એક સ્ત્રી છું એટલે !



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational