ષોડશી
ષોડશી

1 min

32
છોને આંખો કેટકેટલું કહી જાય છે !
કાતિલ નજર દિલને વીંધી જાય છે !
ઢાંકેલા ઓષ્ઠો મૌન ધરીને બેઠા છે,
સ્થાન એનું કેવું ચક્ષુ લઈ જાય છે !
મૌનની પણ એક ભાષા હોય છે ને !
અશ્રુઓ છૂપાવી રજૂ થૈ જાય છે.
નથી શબ્દોનો સહારો તેથી શું થયું?
નજરનાં બાણ તો પહોંચી જાય છે.
ઉરભાવ કે વેદના આંખોમાં સમાવી,
ષોડશી અંતર મુજનું ભેદી જાય છે !