STORYMIRROR

purvi patel pk

Classics Others

4  

purvi patel pk

Classics Others

સૃષ્ટિ

સૃષ્ટિ

1 min
425

જગતનો કિરતાર તું, રચ્યા ગ્રહ-નક્ષત્રો,

ભૂખંડ, સાગર કંઈક કેટલું ગોચર-અગોચર બ્રહ્માંડમાં.


પ્રભુની આ અકળ લીલા, ધકેલે ફરી સૃષ્ટિને પ્રલયના પેટાળમાં.

ઉગમણે આથમણે પ્રકૃતિના દેખાય નિત નવા રંગરૂપ ગગનમાં.


કઈ છે આ અદૃશ્ય શક્તિ જે,

કુદરતી કૃત્રિમને રાખે એક સરીખા માપમાં. 


ધરતી ને આકાશ ક્યાંક દૂર મળતા દેખાય છે પણ, 

ક્ષિતિજને જોયું છે, ક્યારેય કોઈએ દુનિયાના નકશામાં.


ઉજાગર થતા દિન-પ્રતિદિન, કિરતાર તારી જાદુગરીમાં, 

પણ, પી ના શકો, મૃગજળ્યા પાણી અફાટ રેતીના રણમાં.


જાદુ તો છે કેવું તારા સર્જનમાં,

કંઈ કેટલુંય છુપાયું છે માનવ તારા મનમાં.


નિત-નવા સોનેરી સપના,

કેમ કરીને આવે રોજ રોજ નયનમાં,


દુઃખ, દર્દ, ખુશી સઘળું ભરી લઉં, હૃદયના ભંડારમાં

ને, હું સફરની મંઝિલ શોધી જ લઉં મારા ભગવાનમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Classics