Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-૪૬.

સરદારનું ગીત-૪૬.

1 min
636


સંધિ (ઈ.સ. ૧૯૩૧)


ગાંધી-ઈર્વિનની જામી, સંધિ અમલ થાય રે;

બંનેને એકબીજાની, સુજનતા કળાય રે.

આ બંનેનું સમાધાન, ઘણાંથી ન સહાય રે;

ચોરીથી કચડે દાંત, અદેખાયે ભરાય રે.


ઈર્વિનની જગાએય, વિલિંગ્ડન લવાય રે;

ગાંધીની કરતો ઈર્ષા, કેવી આશા રખાય રે!

ન ભરવા મહેસૂલ, લોક લડત થાય રે;

પિત્તો અમલદારોનો, ઊંચે આકાશ જાય રે.


કયાંક લડતના લીધે, મે’સૂલ ન ભરાય રે;

કયાંક આર્થિક મંદીથી, ભરી જ ન શકાય રે.

એમાંય વાંક આ ટાણે, કોંગ્રેસનો કઢાય રે;

ને સરદાર-ગાંધીથી, આવું કેમ સહાય રે.


જુલ્મનાં પગલાં લેતી, સખત સરકાર રે;

કરે અમલદારોય, ભંગ સંધિ કરાર રે.

દારૂ દુકાનની ચોકી, અસફળ કરાય રે;

મીઠા બાબતમાં ખૂબ, ધમપછાડ થાય રે.


ટાળે પેન્શન દેવાનું, ઝઘડાનો ન પાર રે;

કરે ઢગ બહાનાંનો, ખૂબ અમલદાર રે.

સંધિ અમલ માટેના, પ્રયત્નો ખૂબ થાય રે;

વાઈસરોયને ગાંધી, મળવા પણ જાય રે.


બીજી તરફ પોલીસે, કર્યાં હરામ ધાન રે;

માર મારે કરે નાગા, કરતી અપમાન રે.

જોઈ આવી પરેશાની, હેરાન સરદાર રે;

સ્થિતિ જણાવવા માટે, ગાંધીને થાય તાર રે.


જોઈ જુલમ ગાંધીજી, અકળાઈ ગયેલ રે;

પત્રોનો એકબીજાએ, વરસાદ કરેલ રે.

છતાં થોડી ઘણી એમાં, સમજૂતિ થયેલ રે;

ગાંધીજી ગોળમેજીમાં, જવા માની ગયેલ રે.


**

પોંચવા ગોળમેજીમાં, ગાંધીજી હાલતા થયા;

ને સરદારના હાથે, લગામ સોંપતા ગયા.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Classics