સરદારનું ગીત-૪૪.
સરદારનું ગીત-૪૪.
મીઠાનો જંગ-કરાર (ઈ.સ. ૧૯૩૦-’૩૧)
ઊનું હતું હવામાન, છૂટી ગ્યા’ સરદાર રે;
કરે ભાષણ લોકોને, ગરમ કરનાર રે.
સરકાર વડે તેથી, વાચાબંધી કરાય રે;
ચલિત નિજ માર્ગેથી, સરદાર ન થાય રે.
ચડી પોલીસ તોફાને, ખાણું કરે હરામ રે;
ખાણામાં કાંકરા નાખે, ફેંકતા દૂર ઠામ રે.
કરે ન પરવા લોકો, થઈ ગ્યા પાયમાલ રે;
ટેક ખાતર કષ્ટોને, વેઠે રાખી વહાલ રે.
ખાદી ભંડાર ખોલીને, પ્રવચન કરેલ રે;
ને સરદારને તેથી, ફરીથી પકડેલ રે.
તેનો કેસ ચલાવીને, ગુન્હા રજૂ કરેલ રે;
ને નવમાસની તેમાં, આપી દીધેલ જેલ રે.
બીજી તરફ પોલીસે, કાળો કેર કરેલ રે;
ત્યાં માર-તોડ ને લૂંટ, ગાંડા થૈ આદરેલ રે.
પચીસ જાન્યુઆરીએ, ને એકત્રીસ સાલ રે;
ગાંધી સહિત નેતાઓ, છૂટા થયેલ હાલ રે.
બહાર આવતાં તેઓ, મસલતે ચડેલ રે;
વાઈસરોયની પાસે, જવામાં ઉતરેલ રે.
વાઈસરોયની સાથે, ચર્ચા ખૂબ થયેલ રે;
ચર્ચાના અંતમાં થોડી, શરતોય કરેલ રે.
ગાંધીને નિજ ઈચ્છાઓ, કહેતા સરદાર રે;
તેના ઉપર ગાંધીજી, આપતા ખૂબ ભાર રે.
દારૂ-કાપડની ચોકી, સદા ચાલુ રખાય રે;
જમીનો જપ્ત લીધેલ, ખેડૂતોને અપાય રે.
જે પ્રદેશે મળે મીઠું, લોકોનો હક થાય રે;
રાજીનામાં હતાં દીધાં, નોકરીમાં રખાય રે.
સત્યાગ્રહી બધા કેદી, જેલમુકત કરાય રે;
આવા ઘણા વિચારોને, શરતોમાં રખાય રે.
**
પ્રયાસો કાળજાતૂટ, સંધિ માટે કરે સહુ;
નીપજ્યું ન છતાં તેમાં, મહેનત કરી બહુ.
(ક્રમશ:)
