STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સફળતાની આંધળી દોટ

સફળતાની આંધળી દોટ

1 min
187

સફળતાનાં આકાશને આંબવાની લ્હાયમાં,

ધરતી પરનું મારું સઘળું છૂટી ગયું.


કિનારે સાથે ચાલવાવાળા તો હજારો મળ્યા

પણ મધદરિયે સાથ દેનારા સ્વજનો છૂટી ગયા,


જીતનું જશ્ન મનાવવાવાળા તો સેંકડો મળ્યા

પણ હારમાં જેના ખભે આંસુ સારી શકાય,

એવા મિત્રો છૂટી ગયા.


મારું પ્રવચન સાંભળવા લાખોની જનસંખ્યા મળી

પણ હૈયાની વાત જેને કહી શકાય

એવા બાળસખા છૂટી ગયા.


સાથે ચાલનારા તો કરોડો મળ્યા

પણ ચાલતા ચાલતા પડી જવાય તો

હાથ પકડી ઊભા કરનાર મારા પોતાના છૂટી ગયા,


મારા સ્મિતમાં સાથ આપનારા હજારો મળ્યા

પણ રડતી આંખોમાં સ્મિત લાવી દે એવા સ્નેહીજનો છૂટી ગયા.


હું તો સાવ નારિયેળ જેવો

ઉપરથી સખત અંદરથી મુલાયમ

મારા આ સ્વભાવને ઓળખી શકે

એવા મારા સ્વજનો છૂટી ગયા.


મારી પ્રશંસા કરનારા લાખો ચાહકો મળ્યા

પણ મારી એક ભૂલ માટે ધૂળ કાઢી નાંખ્યા

મારા અલ્લડ મિત્રો છૂટી ગયા.


સફળતાનો આ કેવો નશો છે! આ કેવી આંધળી દોટ છે મૃગજળને જળ માની લેવાની આ હોડ છે

મારું પોતાપણું મારાથી છૂટી ગયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational