Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Narmad Gujarati

Classics Children

0  

Narmad Gujarati

Classics Children

સંયોગવર્ણન

સંયોગવર્ણન

1 min
205


સંયોગ ટૂંકો વરણું હવે તે, વાંચી સુણીને સુખિ રોહ હેતે; 

ડાહ્યાં થઈ જે કરશે વિલાસ, તેને જ સાચી મુક્તિની આશ. 

આવ્યો ઉમંગે પિયુ એટલામાં, બેસે સુબાગે પછિ સામસામાં; 

જાઈ જુઈ ને ખુલતાં ગુલાલા, તેની ઘટામાં રમતાં જ કાલાં. 

વસંત ખીલે બહુ ચાર પાસ, વસંત જામે ખુબ તાન સાથ; 

અતીસ જોરે છૂટતાં કટાક્ષ, ઉઠાડિ ભેંટાડિ જ દે ન લાજ. 

ગાએ પછી બે લઈ તાન રાગ, વાંચે કવીતા રસની સુહાગ; 

એ રીતથી તે ચ્હડી ખૂબ રંગે, ઊઠે પછી તો ઝટ તે ઉમંગે. 

ધોળાં ઝીણાં વસ્ત્ર જ પ્હેરી બંને, જાએ સુવાને ઉલટે પલંગે; 

જાએ છુટી બંધન સેજ જોતાં, જાએ છુટી બંધન સેજ જોતાં. 

આળોટતાં તે વળગી જ સૂઈ, પ્યારા અને પ્યારી વદે તુટૂં ઈ; 

પાછાં ઉઠીને ખુબ ચાંપિને તે, ઊંચે દમે કોટિ કરેછ હેતે. 

બાહ્યપચારો કરી લેઈ પ્હેલાં, સંગ્રામ માંડે પછિ મોટ ઘેલાં; 

નાના પ્રકારે રમતાં રસીલાં, અંતે પછી ખૂબ જણાય ઢીલાં. 

આંખો મિચાંએ બહુ લ્હેર આવે, મ્હોડું હસંતું રહિ ઘેલું જાએ; 

વાંસો અને મુખડું ખૂબ ફાટે, છૂટ્યા નિમાળા વિટલાય ગાલે. 

ચૂમી કરીને પછિ હાથ નાખી, ઊંઘે પછી બેહુ નિરાંત રાખી; 

પ્રીતી જ આનંદ સુખાળ શીત, એવો બિજો તો અહિંયા નથીજ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics