STORYMIRROR

Narmad Gujarati

Classics

0  

Narmad Gujarati

Classics

સલામ

સલામ

1 min
774


સલામ સહુને હાલ, સાહેબો સહુને હાલ. ટેક.

ખોદા મેહેર ને મહેર તમરી,

હશે તો મળશું કાલ. સાહે૦.

રમત ગમતમાં નીતિ શીખતાં,

સુધરે નરસી ચાલ. સાહે૦.

 આજ કાલ તો કાચ લાલ તે,

મનાય સાચી લાલ. સાહે૦.

પરે મણિને શિરે કાચ પણ,

આખર મણિમાં માલ. સાહે૦.

મદદ આલશો રોજ આમતો,

વધૂ આણશું તાલ. સાહે૦.

વતી હમારી કહે નર્મદા,

શુશીને આવો ફાલ. સાહે૦.


Rate this content
Log in

Similar gujarati poem from Classics