Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Narmad Gujarati

Classics

0  

Narmad Gujarati

Classics

હક માગો

હક માગો

1 min
289


સહુ જન હક ઉઠીને માગો, હવે ઝટ ઊંઘમાંથી જાગો. ટેક

માણસ થઇને હક ના સમજો, તો તો ઢોંડા જેવા;

જનાવરો પણ દુઃખ દે તેનાં, વેર લીએ છે કેવાં ? સહુ.

હું ને મારૂં જરૂરનાં છે, જનને જાગમાં નીતે;

એથી છે દુનીયાની તેજી, કામ કરે સહુ પ્રીતે. સહુ.

યોગ્ય માગણું જો ના માગો, તો પ્રભુનો નિમ તોડો;

માટે ઉપરીઓથી બ્હીને, સુઓ ન તાણી સ્હોડો. સહુ.

વણ માગે માએ ના પીરસે, લુચ્ચા હક ડૂબાવે,

સાવધ રહીને સામૂં થાતાં, હક પોતાના આવે. સહુ.

હકને સારૂ રાજા લડતા, માણસ ઝાઝાં મરતાં;

હક લેવો એ છે પુરૂષારથ, તજી ન દેવો ડરતાં. સહુ.

હકો ગુમાવી ગુલામ રહિને, પેઠી સખ્તી ભારી;

તે જીવતામૂઆએ મિથ્યા, જણતી ભારી મારી. સહુ.

ભણી ગણીને હક જાળવવો, જેવો હોયે તેવો;

નર્મદ કહે જો હોય લુટાયો, ખોળિ લડીને લેવો. સહુ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics