સંતોષી જીવન શ્રેષ્ઠ
સંતોષી જીવન શ્રેષ્ઠ
દેખો જમાનો કેવો બદલાયો,
જમાનો હર સદીમાં બદલાયો,
નવી દિશાને નવું જ્ઞાન આવ્યું,
ભણતરનું મહત્વ સમજાયું,
આશા બધાને નવી ઊંચાઈઓની,
એ ઊંચાઈ માટે, મહેનતનું મહત્વ સમજાયું,
દેખો જમાનો કેવો બદલાયો,
જમાનો હર સદીમાં બદલાયો,
ભણીગણીને આગળ વધ્યા,
મોજ કરવા મહેનત કરવા લાગ્યા,
મોહ રૂપિયાનો એવો લાગ્યો,
ધીરે ધીરે ડોલર પણ કમાયો,
મોહમાયા ભરી આ દુનિયા,
વતન છોડી કરી વિદેશની માયા,
આંધળી મહેનતે ડોલર કમાયો,
બીજાથી પોતાને નોખો જણાયો,
ધીરે ધીરે અહમ ભરાયો,
વતનની યાદ ભૂલી જવાનો,
અંત સમયે કોઈ કામ ના આવે,
ડોલર, રૂપિયા પણ કામ ના આવે,
મીઠા સંબંધ ને કુટુંબ પ્રેમ,
સંતોષી જીવન એજ છે શ્રેષ્ઠ.
