STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

સંતનો સંગ સદા સુખકારી

સંતનો સંગ સદા સુખકારી

1 min
429


સંતનો સંગ સદા સુખકારી.

શાંતિપ્રદાયક, તાપવિદારક,

રસ વરસાવે ભારી... સંતનો


પ્રેમ જગાવે રોમરોમમાં એવો એ ગુણકારી,

ભ્રાંત મગજને શાંત કરી દે ઔષધિ એવી ન્યારી... સંતનો.


પતિત પ્રાણને પણ અપનાવે, અંતે દે છે તારી,

હોળી જીવનમાં સળગે ત્યાં દૈવી કરે દિવાળી... સંતનો.


ક્ષણનો પણ જો હોય સંગ તો તેની છે બલિહારી,

'પાગલ' સ્નેહે સંતશરણ લે, લે માયાને મારી... સંતનો.


- શ્રી યોગેશ્વરજી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics