સંધ્યા
સંધ્યા
નિશાને મળવા જાય છે સંધ્યા.
સજીધજી હરખાય છે સંધ્યા.
દિવસરાતને છે જોડતી કડી એ,
સૂર ડૂબતાં પ્રગટાય છે સંધ્યા.
જાણે રજનીરાણીને વધાવતી,
લાલિમા થકી શરમાય છે સંધ્યા.
રંગવૈવિધ્યે આભ શણગારતી,
શશી પરખી મલકાય છે સંધ્યા.
ઉષાની સગી અનુજા આખરે,
પ્રકૃતિથી આવકારાય છે સંધ્યા.
