સંબંધનું સમીકરણ
સંબંધનું સમીકરણ
જન્મ જન્મનો સાથ નિરાળો,
ડગલે પગલે સાથ દેજો સોહામણો,
વિશ્વાસ અતૂટ સંબંધ અકબંધ,
પ્રતિદિન પર્વ સમાન સોહામણો સંબંધ.
પ્રથમ પગલું પ્રામાણિકતા મોખરે,
પારદર્શકતા અર્પે આત્મીયતા પ્રસરે,
મિત્રતા પ્રેમ સહુ સંબંધ અણમોલ,
હીરા મોતીનો કોઈ ના મોલ.
'સીધી વાત' સંબંધનો છે આધાર,
લાગે વાત કડવી પણ સંબધને અર્પે આકાર,
પ્રતિબદ્ધતાનું કરજો પાલન,
ડગમગાવી શકે નહીં કોઈ સંબંધનું શાસન.
