Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સમય તો સમય છે

સમય તો સમય છે

1 min
299


સમય તો સમય છે,

એ થોડો ઈન્સાન છે,

એ ક્યારેય વહેલો કે મોડો નથી પડતો,

એ ક્યાંય કોઈની વાદે નથી ચડતો,


એ ક્યાં કોઈની શેહ શરમ રાખે છે

એની પાસે ક્યાં કોઈની વગ ચાલે છે,

આજે મારો તો કાલે તમારો,

એ ક્યાં સ્થિર થઈને બેસે છે,


એ તો તોફાની અશ્વ જેવો, ક્યાં કોઈ લગામથી કાબૂ કરી શકાય છે,

સમય તો સમય છે એ થોડો ઈન્સાન છે,

એને ક્યાં મીઠા શબ્દોથી ભોળવી શકાય છે !

એની સામે ક્યાં આંખ કાઢીને ડરાવી શકાય છે,

એ ક્યાં લાંચ રૂશ્વતથી પીગળી જાય એવો નઠારો છે,


રાજા કે રંક એના માટે સૌ એક,

એ ક્યાં કોઈની તરફદારી કરે છે,

એ તો હર ઘડી મિજાજ એનો બદલે છે,

ક્યાંક બાગ તો ક્યાંક આગ છે,

નોખા સૂર એના અનોખા એના રાગ છે,

સમય તો સમય છે એ થોડો ઈન્સાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational