સમજણ.
સમજણ.
મળેલાંને માણી લઈએ સમજવાની વાત છે,
ન મળેલાંને ભૂલી જઈએ સમજવાની વાત છે.
જરા નજર કરો આસપાસ કેટલા છે દુઃખી,
એની દશાને જાણી લઈએ સમજવાની વાત છે.
ક્યાંક અસંતોષજ કોરી ખાય છે આપણને,
મોઢે મીઠી વાણી બોલીએ સમજવાની વાત છે.
લઈએ ઉકેલ સમસ્યાનો શાંતિપૂર્ણ રીત થકી,
ના બૂમબરાડા તાણી લઈએ સમજવાની વાત છે.
સાવ નકામું ભણતર આપણું જે સમજ ન આપે,
સ્વજનને કદી પિછાણી લઈએ સમજવાની વાત છે.