શું કરીએ ?
શું કરીએ ?
શબ્દો ય, ઘેરું મૌન ઘૂંટે છે,
શું કરીએ ?
ન ઉકેલાય, જો હૃદયની ભાષા,
શું કરીએ ?
સ્મરણો, તો પૂંજી છે,
વિતેલાં જીવનની,
કરીને એને બાદ જીવનથી,
શું કરીએ ?
મહત્વકાંક્ષા, જીવાડે છે,
મરણ સુધી,
વાવેતર સપનાનાં, ઉજ્જડ મનમાં,
શું કરીએ ?
લાગણી, અને પ્રેમ,
મૂડી છે જીવનની,
'ચાહત', બરછટ દિલમાં, રાખી,
શું કરીએ ?