સરપાવ પિતાજી
સરપાવ પિતાજી
સરપાવ પિતાજી....
જ્યોત સમર્પણની ખેવૈયા
સંસારનું અભિમાન પિતાજી,
હિંમતથી પરિવાર સજાવે
જીવનના વનરાજ પિતાજી,
ડુંગર વજ્ર રુક્ષી પ્રતિભા
આત્મ ખમીર હુંકાર પિતાજી,
સ્નેહભરી નિત વાત જ શ્રેયી
પ્રગતિના ઘડનાર પિતાજી,
છે શમણું જ ભણે સંતાનો
ગૌરવ પાલનહાર પિતાજી,
ત્યાગ કરે હસતાં ખર્ચા સ્વ ના
ફી ભરતા દિલદાર પિતાજી,
રાત દિન બસ કામ જ પ્યારું
પરિવારે વટદાર પિતાજી,
હોય ભલે પથ કંટકવાળો
હો વિજયી યશદાર પિતાજી,
વંદન આદર 'દીપ જલાવી
દેવ તણો સરપાવ પિતાજી.
