શમણું
શમણું


ઘરનાં બારણેં મેં તમને જોયા,
ખુલતી ક્ષણે મેં તમને જોયા.
સહજ પુછાય જાય છે તમને,
એંમ તો, ઘણેં મેં તમને જોયા.
મથ્યા તમને જોવા દરેક જગા,
દરેકની નેંણે મેં તમને જોયા.
પૂછતા રહ્યા ઘર ઘર તમારાં મુકામ,
ઘરના બારણે મેં તમને જોયા.
કળી શકીએ નહીં, અમે તમને,
મારા દિલના ખુણે મેં તમને જોયા.
ચૂપ નથી હોતા, દરેક વખતે તમે,
બોલતા જ વેણે મેં તમને જોયા.
એકલા બેઉં હતા, યાદ છે જગા ?
હવે કોણ જાણે, મેં તમને જોયા.
સવાર થયું, "પ્રિયતમ" દેખે શમણું,
લો હવે શમણેં મેં તમને જોયા.