રાધે
રાધે
શ્રી રાધે ક્રુપાથી, તમામ મારુ કામ થઈ રહ્યુ છે,
કરો છો આપ શ્રી રાધે, મારુ નામ થઈ રહ્યુ છે.
હલેસા વિનાની મારી નાવ, ચાલી રહી છે,
હેરાન છે જમાનો, પણ મંજિલ મળી રહી છે,
કરતો નથી કાંઈપણ હું, છતા કામ થઈ રહ્યુ છે.
શ્રી રાધે આપ સાથ છો, તો કોની જરુર છે મારે ?
તમે આપ્યુ છે હવે, માંગવાની શું જરુર છે મારે ?
નથી માંગ્યું કદી એ મળ્યુ, મારુ માન થઈ રહ્યુ છે.
"પ્રિયતમ" નથી કાબીલ આ શબ્દો, કેમ લખી શકુ ?
ટુટેલી વાણી છે મારી, એને કેમ જીભે રાખી શકુ ?
શ્રી રાધે આપની પ્રેરણાથી આ કમાલ થઈ રહ્યુ છે.
